Friday, August 1, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે નવનિર્મિત પરશુરામ ધામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા...

    વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે નવનિર્મિત પરશુરામ ધામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન….

    વાંકાનેરના રાજકોટ રોડ પર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે નવનિર્મિત પરશુરામ ધામ ખાતે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને ભૂદેવોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામદાદાના ભવ્ય ધામનું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોય, જેમાં પૂર્ણ કદની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા. 29 થી 31 જુલાઇ સુધી ત્રિદિવસીય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી…

    આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિદ્વાન ભૂદેવો દ્વારા વિધિ વિધાન સાથે પૂજા અર્ચના તથા દાદાની મૂર્તિમાં પ્રાણ પુરવા સુધીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેનાથી મૂર્તિમાં રોશની તેમજ તેજ દેખાવા લાગ્યું છે. ગઇકાલ ગુરુવારે સવારથી જ પ્રતિષ્ઠાના વિધિ વિધાન શરૂ કરવામાં આવેલ તેમજ મૂર્તિને અભિષેક સહિતની ધાર્મિક વિધિ સાથે દાદાને મંદિરમાં બિરાજમાન કરાયા હતા. આ સમયે ઉપસ્થિત ભૂદેવો સહિતના મહેમાનોએ જય જય પરશુરામના જયઘોસ બોલાવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!