મકાન વેચવા તેમજ શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં એક પરિવાર પર 12 ઇસમોનો ધોકા-પાઇપ-તલવારથી હિંચકારો હુમલો, પાંચ લોકો ઇજાગ્રસ્ત….
વાંકાનેર શહેરના પંચાસર રોડ પર પંચવટી સોસાયટીમાં મકાન વેચવા તેમજ શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં એક પરિવાર પર પાડોશમાં જ રહેતા 12 જેટલા ઇસમોના ટોળાએ પથ્થરમારો કરી ધોકા-પાઇપ-તલવાર જેવા ઘાતક શસ્ત્રો વડે હુમલો કરી, બેફામ માર મારી લોહીલુહાણ કરતાં પરિવારના પાંચ ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં પોલીસે 12 ઈસમોના ટોળા સામે વાંકાનેર સિટી પોલીસમાં ગુનો નોંધાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પંચાસર રોડ પર પંચવટી સોસાયટી શેરી નં. ૦૩માં રહેતા ફરિયાદી દેવજીભાઈ આંબાભાઇ ટીડાણી (ઉ.વ. ૬૫)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). સંજયભાઈ પ્રવીણભાઈ ટીડાણી, ૨). અશોકભાઈ પ્રવીણભાઈ ટીડાણી, ૩). સિધ્ધરાજભાઈ અશોકભાઈ ટીડાણી, ૪). પ્રવીણભાઈ આંબાભાઈ ટીડાણી, ૫). સંગીતાબેન સંજયભાઈ, ૬). રાહુલભાઈ બટુકભાઈ, ૭). હકાભાઇ ઘુસરી ૮). હકાભાઇના પત્ની, ૯). ગીતાબેન અશોકભાઈ, ૧૦). લખનભાઈ પ્રવીણભાઈ, ૧૧). સોનલબેન લખનભાઈ અને ૧૨). ભાગ્યેશ લખનભાઈ ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે કે,
ફરિયાદીને આરોપી સંજયભાઈ ટીડાણી સાથે મકાન વેચવા તેમજ શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો થયો હોય, જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ટોળા સ્વરૂપે ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ધોકા, પાઇપ તથા તલવાર વડે હુમલો કરી માર મારી લોહીલુહાણ કરી નાખતા ફરિયાદીના પરિવારના પાંચ સભ્યોને તલવારથી ઉંડા ઘા તથા ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં હાલ પોલીસે 12 ઈસમોના ટોળા સામે ફરિયાદ નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….