
અવારનવાર ગામમાં યુવતીનો પીછો કરી તથા જુના ફોટા સોશિયલ મીડિયામાં મુકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતાં અંતે ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતી એક યુવતીએ પ્રેમસબંધ તોડી નાખ્યા બાદ પણ મજનુ બનેલા પ્રેમીએ યુવતીને ધરાહર સંબંધ રાખવા મજબૂર કરી, અવારનવાર ગામમાં યુવતીનો પીછો કરી તથા બંનેના જુના ફોટા સોશિયલ મીડિયામાં મુકી ધરાહર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતાં અંતે આ મામલે મજનુ બનેલા પ્રેમી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતી એક યુવતીને આરોપી વિજયભાઇ મોહનભાઇ ચાવડા સાથે અગાઉ પ્રેમસબંધ હોય, જે બાદ યુવતીના પરિવારને આ બાબતની જાણ થતાં યુવતીએ આરોપી સાથે પ્રેમસબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં મજનુ બનેઊ આરોપીએ યુવતી પર પ્રેમસબંધ જાળવી રાખવા માટે દબાણ કરવાનું ચાલુ રાખી યુવતી ગામમાં દુકાને સામાન લેવા જાય ત્યારે અવારનવાર તેનો પીછો કરી માનસિક રીતે પરેશાન કરતો હોય તેમજ અગાઉ સાથે પડેલા ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરી તે ફોટા પોતાના વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર તેમજ પ્રોફાઇલ ફોટા તરીકે મુકી બદનામ કરતા અંતે આ મામલે યુવતીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



