મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે વાંકાનેર વિસ્તારની અતિ મહત્વની ગણાતી પંચાસીયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસે પોતાનો મજબૂત દાવ ખેલ્યો છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પર વિસ્તારના અત્યંત લોકપ્રિય નેતા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને જાણીતા સામાજિક અગ્રણી અકબરભાઈ બાદીના પત્ની કુલસુમબેન અકબરભાઈ બાદીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કુલસુમબેનની ઉમેદવારીથી આ બેઠક પર કોંગ્રેસની પકડ વધુ મજબૂત બની હોવાનું મનાઈ રહ્યું છે…

અકબરભાઈ બાદી તેમના મતવિસ્તારમાં સતત લોકોની વચ્ચે રહીને કાર્ય કરતા નેતા તરીકેની છાપ ધરાવે છે. છેવાડાના વિસ્તારો હોય કે સામાન્ય માનવીના નાનામાં નાના પ્રશ્નો હોય, તેનો તાગ મેળવીને તેને તાત્કાલિક ધોરણે હલ કરવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. લોકસેવા માટે ખડેપગે રહેતા અકબરભાઈ બાદીના પરિવારમાંથી કુલસુમબેનને ટિકિટ મળતા સ્થાનિક મતદારોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે. પોતાના માનીતા અને લોકપ્રિય ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને સમર્થકો અત્યારથી જ જોરશોરથી કામે લાગી ગયા છે…


આ હાથે જ પંચાસીયા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ દ્વારા પંચાસીયા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને વર્તમાન ઉપસરપંચ ઈરફાનભાઈ ચૌધરીના પરિવાર પર ઉમેદવારનો કળશ ઢોળતા અહીં પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે….

આ સાથે જ પંચાસીયા જીલ્લા પંચાયતની આવતી પંચાસર તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ દ્વારા પ્રભાવશાળી ક્ષત્રિય સમાજના અગ્રણી ઘનુભા ઝાલાને ટિકીટ આપતાં આ બેઠક પર પણ કોંગ્રેસ વિજય વિશ્વાસ સાથે મજબૂત સ્થિતિમાં દેખાઇ રહી છે.


આ સાથે જ હસનપર તાલુકા પંચાયત બેઠક પર પણ કોંગ્રેસ દ્વારા સ્થાનિક કોળી સમાજના યુવા અગ્રણી અને પુર્વ ઉપસરપંચ ઔતમભાઈ ઉર્ફે મુન્નાભાઈ ધામેચાના પત્ની સોનલબેનને ટિકીટ આપતા અહીં કોંગ્રેસ માટે ઉજળા સંકેત સાથે ખુબ મજબૂત ટક્કર જોવા મળી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



