Saturday, November 23, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાજ ગામે વેચાણથી આપેલ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર એક સામે...

    વાંકાનેરના પાજ ગામે વેચાણથી આપેલ ખેતીની જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરનાર એક સામે લેન્ડ ગ્રેબિંગ….

    વાંકાનેર તાલુકાના પાજ ગામ ખાતે વર્ષ ૨૦૧૪ માં વેંચાણથી આપેલ ખેતીની જમીનમાં મુળ માલીક દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીન ખાલી નહીં કરતા મહિલાએ કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કર્યા બાદ આજરોજ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી મંજુબેન જીવણભાઈ ટોળીયા (ઉ.વ. ૫૫, રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ વાંકાનેરના પાજ ગામના સર્વે નં. ૬૩ પૈ.૨ ની જમીન વર્ષ ૨૦૧૪માં વેચાણ દસ્તાવેજથી યુનુસભાઇ મામદભાઇ સીપાઇ પાસેથી ખરીદી કરેલ હોય જેમાં મુળ માલીક આરોપી એવા યુનુસભાઈ મામદભાઈ સીપાઇ દ્વારા આ જમીનનો કબ્જો ખાલી નહીં કરતાં, બાબતે ફરિયાદીએ મોરબી કલેક્ટરમાં આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરતા બાબતે કલેક્ટરશ્રીના હુકમથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપી યુનુસભાઈ મામદભાઈ સીપાઇ (રહે. પાજ) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ 4(1), 4(3), 5(c) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!