Saturday, March 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની પાડધરા ચોકડી નજીક બેફામ બનેલાં ટ્રક ચાલકે રાહદારીને હડફેટે લઇ પગ...

    વાંકાનેરની પાડધરા ચોકડી નજીક બેફામ બનેલાં ટ્રક ચાલકે રાહદારીને હડફેટે લઇ પગ કચડી નાખ્યો !

    વાંકાનેર પંથકમાં બેફામ દોડતા ભારે વાહનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં વાંકાનેરની પાડધરા ચોકડી નજીક એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી રોડની સાઈડમાં ચાલીને જતા એક આધેડને હડફેટે લઇ અકસ્માત સર્જી આધેડના પગ પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી આનંદભાઇ પ્રવિણભાઇ કારીયાના પિતા પ્રવિણભાઇ ગત તા. ૦૩/૦૧ ના રોજ વાંકાનેરની પાડધરા ચોકડીથી માટેલ તરફ જવાના રોડ પર સાઇડમાં ચાલીને જતા હોય ત્યારે ગણેશ વે-બ્રિજ સામેના રોડ પર પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક નંબર GJ-32-T-6555ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવીને પ્રવિણભાઇને હડફેટે લીધા હતા…

    આ અકસ્માતના બનાવમાં ટ્રકનું ટાયર પ્રવિણભાઇના ડાબા પગ પર ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન પગમાં ભારે ઇન્ફેકશન લાગી જતાં તબીબોને સાથળના નીચેના ભાગેથી તેમનો પગ કાપવાની ફરજ પડી હતી. આ ગંભીર અને દુઃખદ ઘટના અંગે ઈજાગ્રસ્ત પ્રવિણભાઈના પુત્ર આનંદભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!