વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના નવાપરા હનુમાન મંદિર પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયા, ૨). રાહુલભાઈ હમીરભાઇ ગાંભા અને ૩). જોષનાબેન જેન્તીભાઈ છનાભાઈ બાવળીયાને નસીબ આધારે તીનપતી નો જુગાર રમતા કુલ રૂ. 1,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન અન્ય આરોપી કાનાભાઈ શીવાભાઈ કોળી નાસી જતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેરના નવાપરા હનુમાન મંદિર પાછળથી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઝડપાયા, એક ફરાર….
RELATED ARTICLES