
વાંકાનેર શહેરના નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બરફના કારખાના નજીક ગઇકાલ સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક કન્ટેનર ઊંચા ઇલેક્ટ્રિક તારને અડી જતાં કરંટ પ્રસરી ગયો હતો, જેમાં એક યુવાનને ગંભીર રીતે કરંટ લાગતાં તેનું મોત નિપજ્યું હતું…..


બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ ધીરૂભાઇ ધરજીયા નામનો ૩૬ વર્ષિય યુવાન જીઆઇડીસીમાં બરફના કારખાના પાસે ટ્રક કન્ટેનર ગાડી રિવર્સમાં લેવડાવતો દરમિયાન કન્ટેનર ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રીક તારને અડી જતાં ગોરધનભાઈ કરંટની ઝપટમાં આવી જતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..




