
વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં વાંકાનેર નગરપાલિકાની માલિકીની ખુલ્લી જગ્યા/જમીનમાં ગેરકાયદેસર બાંધકામ/રેકડી/કેબીન રાખી દબાણ કરનાર ઇસમો સામે લાલ આંખ કરી આગામી તા. ૦૬/૧૧/૨૫ સુધીમાં દબાણકર્તાઓને સ્વયં પોતાના દબાણો દુર કરવા નોટિસ ફટકારવામાં આવી છે. જે બાદ પાલિકાતંત્ર દ્વારા જપ્તની કાર્યવાહી કરી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવાયું છે….



