વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી દાદાના મંદિર સામે રોડ પર દિવાળીની મોડીરાત્રીના મિત્રના ઝઘડામાં સાથે ગયેલ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય, જે બનાવમાં પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ આજરોજ ગુરુવારે રાત્રિના આ તમામ આરોપીઓને ઘટના સ્થળે તથા વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિંકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું…

વાંકાનેર સીટી પીઆઇ એચ. એ. જાડેજા અને તેમની ટીમ દ્વારા આ બનાવમાંસંડોવાયેલા આરોપી ૧). સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, ૨). ઋત્વિક જગદીશભાઈ કોળી, ૩). અનિલ રમેશભાઈ કોળી અને ૪). કાનો દેગામાને ગુરુવારે રાત્રિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવાપરા વાસુકી દાદાના મંદિર સામે ઘટનાસ્થળે તથા જીનપરા જકાતનાકા ખાતે લઇ જઇ જાહેરમાં સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. આ તકે આરોપીઓની ચાલ પરથી પોલીસે તમામને બરોબર કાયદાનું ભાન કરાવ્યાનો ભાસ થયો હતો….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t


