વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારમાં નોંધાયેલ માદક પદાર્થ (નાર્કોટિક્સ) ના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને મોરબી એસઓજી ટીમ દ્વારા PIT NDPS એક્ટ હેઠળ ઝડપી પાડી બંને ઇસમોને જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી સાથે સંકળાયેલા ઇસમો વિરૂદ્ધ PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જીલ્લા પોલીસને મળેલ સુચના અનુસંધાને મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર વિસ્તારમાં આવા ગુનામાં સંડોવાયેલ નાથાભાઈ ભલાભાઈ મકવાણા (રહે. નારીયેલી, ચોટીલા) અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા (રહે. ભલગામ, વાંકાનેર)ની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી બંને ઇસમોને સુરત અને વડોદરા જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….