વાંકાનેર શહેરમાં પવિત્ર નવરાત્રિ દરમિયાન દરમિયાન ઠેર ઠેર ચોકમાં ગરબીઓના આયોજન થતાં હોય, ત્યારે રાત્રીના ગરબી દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દર દિવસ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટની જાહેર કરવામાં આવ્યો છે….
વાંકાનેર શહેરને રાતીદેવરી-પંચાસર ગામ સાથે જોડતો મચ્છુ નદી પરનો ઓવરબ્રિજ નબળો પડીને બેસી ગયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ કારણે મોટા પ્રમાણમાં ભારે વાહનો શહેરના સાંકડા માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે. આ ઉપરાંત, ૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન નવરાત્રીનો તહેવાર હોવાથી જૂના ચંદ્રપુર રોડ, જીનપરા ચોક, સિટી સ્ટેશન રોડ અને ધર્મ ચોક જેવા વિસ્તારોમાં લોકોની ભારે ભીડ રહેવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાહનવ્યવહારને સુચારુ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરનામું ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી દરરોજ રાત્રે ૮:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા દરમિયાન અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે વાહનોએ નીચે જણાવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે…
• વૈકલ્પિક રૂટ-૧ (રાજકોટ/ટંકારા/જામનગરથી આવતા વાહનો) :
અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતદેવરી ગામ થઈને વાંકીયા ગામથી નેશનલ હાઈવે પર પહોંચી શકશે.
• વૈકલ્પિક રૂટ-૨ (મોરબીથી આવતા વાહનો) :
નેશનલ હાઈવે, વાંકીયા ગામ, રાતદેવરી, સરકારી હોસ્પિટલ રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, દિવાનપરા રોડ, બસ સ્ટેન્ડ રોડ, સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થઈને રાજકોટ રોડ અથવા અમરસર, મીતાણા, ટંકારા, જામનગર તરફ જઈ શકશે.
• વૈકલ્પિક રૂટ-૩ (રાજકોટ/ટંકારા/જામનગરથી મોરબી જતા વાહનો) :
અમસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ રોડ, દિવાનપરા રોડ, અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ, સરકારી હોસ્પિટલ રોડ, રાતીદેવરી ગામ થઈને જડેશ્વર રોડથી મોરબી પહોંચી શકશે.
• વૈકલ્પિક રૂટ-૪ (ટંકારા/લજાઈથી આવતા વાહનો) :
આ જાહેરનામાની જોગવાઈઓમાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ., એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ/કોલેજ વાહનો, સામાજિક કે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલા વાહનો અને આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે. તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે….