વાંકાનેર શહેરમાં સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસે નવાપરા ખડીપરા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર સપાટો બોલાવી નદીના ખુલ્લા પટ્ટમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય બે શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હોય કે, શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં નદીના ખુલ્લા પટ્ટમાં કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમી રહ્યા હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. આ દરોડામાં પોલીસે સ્થળ પરથી આરોપી ૧). સુનીલભાઇ શંકરભાઇ સારલા (રહે. ખડીપરા), ૨). સતીષભાઇ નરશીભાઇ સોલંકી (રહે. ખડીપરા), ૩). રાકેશભાઇ ગોવિંદભાઇ સોલંકી (રહે. ખડીપરા),

૪). વિપુલભાઇ ઠાકરશીભાઇ હીરાણી (રહે. ભાટીયા સોસાયટી) અને હુશેનભાઇ ઉર્ફે ઓટુ વલીમહમદભાઇ શેખાણી (રહે. લક્ષ્મીપરા)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 73,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપી ૬). નીકુંજ રમેશભાઇ ડાભી (રહે. નવાપરા) અને ૭). સાગર ઉર્ફે હડો કોળી (રહે. મીલ પ્લોટ, વાંકાનેર) નાસી છૂટયા હતા….
વાંકાનેર શહેરના મિલપ્લોટ ડબલ ચાલીમાંથી વરલી મટકાના જુગાર રમતા એક ઝડપાયો…
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના મિલ પ્લોટ ડબલ ચાલી વિસ્તારમાંથી આરોપી આરોપીના નરેશ પ્રેમજીભાઇ બાવળીયા (ઉ.વ. ૪૦) ને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



