વાંકાનેર કોર્ટમાં એસ. બી. ફાયનાન્સના સંચાલક દ્વારા નાણા ધિરાણની અવેજીમાં મળેલ ચેકનો દુરુપયોગ કરતાં એક ઇસમ સામે ખોટો ફરિયાદ કેસ દાખલ કરી કોર્ટમાં ખોટી જુબાની આપી તથા ખોટું ડિકલેરેશન કરી કોર્ટને ગેરમાર્ગે દોરતા આ મામલે એસ. બી. ફાયનાન્સના સંચાલક સામે વાંકાનેર કોર્ટના રજીસ્ટરાએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોન ખાતે રહેતા અને એસ. બી. ફાઇનાન્સ નામે નાણા ધિરાણની પેઢી ચલાવતા સંચાલક સોયબભાઈ અલીમહમદભાઈ બ્લોચએ વાંકાનેર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ હોય જેમાં ફાઇનાન્સ પેઢીના સંચાલકે એક ઇસમને નાણા ધિરાણની રકમની અવેજીમાં ચેક મેળવી નાણાં જમા કરવા ચેક રિટર્ન કેસ કોર્ટમાં નોંધાવ્યો હોય, જેમાં ફાઇનાન્સ પેઢીના સંચાલકે આ ચેકનો ખોટી રકમ સાથે દુરુપયોગ કરી, ખોટા પુરાવા ઊભા કરી, ન્યાય પ્રક્રિયામાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટું ડેકલેરેશન આપતા આ મામલે વાંકાનેર કોર્ટના રજીસ્ટ્રર જયપ્રકાશ છગનભાઈ સાંગાણીએ ફરિયાદી બની આરોપી સોયબભાઈ અલીમહમદભાઈ બ્લોચ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….