Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારતટસ્થ ન્યાયને જીવંત રાખવા અને મુસ્લિમ ધર્મગુરૂને પાસામાંથી મુક્ત કરવા મુખ્યમંત્રીને રૂબરૂ...

    તટસ્થ ન્યાયને જીવંત રાખવા અને મુસ્લિમ ધર્મગુરૂને પાસામાંથી મુક્ત કરવા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરતાં મુસ્લીમ ધારાસભ્યો….

    દરગાહો અને મુસ્લિમ સમાજ વિશે જાહેરમાં બેફામ વાણી વિલાસ કરતાં અસામાજીક તત્વો સામે પણ ન્યાય પુર્વક ગુનો નોંધવા માંગ….

    દેશની શાંતિ સલામતી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ભડકાઉ ભાષણ બાબતે અનેક વખતની ફટકાર છતાં દેશમાં કટ્ટરવાદી વિચારધારા ધરાવતા જવાબદાર રાજકીય નેતાઓ અને કટ્ટરપંથી સંસ્થાના આગેવાનો દરરોજ નફરતી ભડકાઉ ભાષણ આપનારા કોઈપણ જાતના ભય વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેમાં તાજેતરમાં ભડકાઉ ભાષણ આપવાની ગંભીર ઘટનાઓમાં હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (૨.અ.)ની વિરુદ્ધ વાણીવિલાસ કરતા તત્વો સામે સુરત અને વડોદરામાં ફરિયાદ આપવા તેમજ નડિયાદ, ખેડા સહિત અન્ય સ્થળો ઉપર મુસ્લિમ સમાજની લાગણી દૂભાય તેવા વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા સ્થાનિકો દ્વારા વીડીયોના પુરાવા સાથે પોલીસને ફરિયાદ આપી તેને પોલીસ તંત્રએ માત્ર અરજી સ્વરૂપે સ્વીકારી પરંતુ હજુ સુધી આ મામલે પ્રવચન અને વીડીયોના પુરાવાના આધારે કોઈ ગુનો નોંધાયો નથી,

    ત્યારે આનાથી એકદમ વિપરીત મુફ્તી સલમાન અઝહરીએ પોતાના વકતવ્ય બાબતે સ્પષ્ટ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે, મેં મારા પ્રવચનમાં કોઈ ધર્મ જાતિ કે ભારત દેશનો ઉલ્લેખ કર્યો નથી. મારો સંદર્ભ ફીલીસ્તીન અને ગાઝાની ઘટના બાબતે હતો જે મારા પ્રવચનના વીડીયોમાં જોઈ શકાય છે. તેવી સ્પષ્ટતા છતાં પણ પોલીસ દ્વારા જૂનાગઢ, કચ્છ અને મોડાસામાં એમ ત્રણ સ્થળે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હોય,

    જેમાં પણ જીલ્લા કોર્ટ દ્વારા મુફતીને રેગ્યુલર જામીન આપ્યા પછી અન્યાયી રીતે પાસાની કાર્યવાહી કરવામાં આવી, જે બર્બરતાથી સમગ્ર મુસ્લિમ સમાજને ખૂબ જ દુઃખ થયું છે. “પાસા” ની કાર્યવાહી અસામાજીક તત્વો તથા બુટલેગરો સામે કરવાની હોય, ત્યારે આ બાબતે મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને ગ્યાસુદ્દીન શેખ દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી આ બાબતે મુક્તી સામે થયેલ પાસાની કાર્યવાહી રદ કરવા માંગ કરી છે…

    તાજેતરમાં ખેરાલુ, પાદરા, ભોજ, મંજુસર ગામે પણ ધાર્મિક યાત્રાળુઓને ભડકાઉ નારાને કારણે ધાર્મિક લાગણી દૂભાય તેમજ ડીજે પર ભડકાઉ ગીતો વગાડવાના કારણે અશાંતિની ઘટનાઓ બની હતી. ખૂબ જ ગંભીર રીતે ઉપરોકત તમામ સ્થળે એક જ ધર્મ વિશેષ વિરુદ્ધ ૩૦૭ જેવા ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ આરોપીઓની મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી તે ખૂબ જ ગંભીર બાબત છે.

    કોઈપણ આરોપીનો ગુનો સાબિત થયા પછી જ કાયદેસર કાનૂની નોટિસ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપ્યા બાદ મિલકત ગેરકાયદેસર હોય તો જ ડીમોલીશનની કાર્યવાહી કરવી જોઈએ. અશાંતિની ઘટના બને ત્યારે પોલીસ દ્વારા નિષ્પક્ષતાથી સીસીટીવી અને વીડીયોગ્રાફી દ્વારા ધર્મ જાતિના ભેદભાવ વિના સાચા ષડયંત્રકારો અને ગુનેગારોને પકડી પાડશે તો જ રાજયમાં ચુસ્તપણે શાંતિ અને સલામતીનું રક્ષણ કરી શકાશે તેમ વધુમાં જણાવાયું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!