તાજેતરમાં મોરબી જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ 2025-26 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં તાલુકા કક્ષાએ વિજેતા બાળકો વચ્ચે વિવિધ સ્પધૉઓ યોજાઇ હોથ, જેમાં મોહંમદી લોકશાળા-ચંદ્રપુરના વિદ્યાર્થીઓએ ગઝલ-સાયરી તથા ચિત્રકલામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સફળતા મેળવી છે…
આ સ્પર્ધાઓમાં વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળાના વિદ્યાર્થીઓ પૈકી ગઝલ-સાયરીમાં કાટોડીયા રાધિકા બાબુભાઈએ પ્રથમ ક્રમ, સરવૈયા વિરાલી જેસીંગભાઈએ દ્વિતીય ક્રમ તથા વહાણીયા અંજલી ગોરધનભાઈએ તૃતીય ક્રમ તેમજ ખોરજીયા માહેનુર ઇરફાનભાઇએ ચિત્રકલામાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. વિજેતા થનાર સ્પર્ધકોને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા પ્રમાણપત્રો આપીને અભિનંદન પાઠવ્યા હતા….