
ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોય, જે નિમિત્તે સહાય મેળવવા મોરબી જિલ્લામાંથી 1,23,217 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી હતી, જેમાં 1,07,574 ખેડૂતોને રૂ. 359.24 કરોડની સહાય ચૂકવવામાં આવી છે અને બાકીના ખેડૂતોને ટુંક સમયમાં સહાય ચુકવવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે….


આ ઉપરાંત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીના માર્ગદર્શન મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ખેતીવાડી શાખા દ્વારા 4081 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 2461 લાખની સહાય ચૂકવામાં આવી હતી. 1288 લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર માટે રૂ.1288 લાખની, કૃષિ યાંત્રિકરણ માટે 1727 લાભાર્થીઓને રૂ.732 લાખની, તાર ફેન્સીંગ યોજના 206 લાભાર્થીઓને 354 લાખની, સોલાર પાવર યુનિટના 412 લાભાર્થીઓને રૂ.61 લાખની તથા સ્માર્ટફોન માટે 488 લાભાર્થીઓને રૂ.26 લાખની સહાય ચૂકવવામાં આવી છે….




