Thursday, April 2, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબીમાં અજાણ્યા યુવાનનું અકસ્માતે મોત ; પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસાની શોધખોળ શરૂ...

    મોરબીમાં અજાણ્યા યુવાનનું અકસ્માતે મોત ; પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસાની શોધખોળ શરૂ કરાઇ….

    મોરબી શહેરમાં હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. મોરબી-રાજકોટ હાઇવે પર મેડિકલ કોલેજ સામે એક અજાણ્યા આશરે ૩૦ વર્ષીય યુવાનને કન્ટેનર નં. GJ-39-T-1603ના ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…

    આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકના વાલી-વારસાની શોધખોળ માટે પૂરતા પ્રયત્નો કર્યા હોવા છતાં હજુ સુધી કોઈ માહિતી મળી આવી નથી.

    તેથી પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ અજાણ્યા મૃતકને ઓળખતો હોય અથવા તેની ઓળખ અંગે કોઈ માહિતી ધરાવતો હોય, તો તાત્કાલિક મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અથવા મો. નં. ૬૩૫૯૬ ૨૬૦૫૩ પર જાણ કરવા અપીલ કરાઈ છે…

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!