Thursday, February 12, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે આવતીકાલ શુક્રવારે વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે વેક્સિનેશન કેમ્પ...

    મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે આવતીકાલ શુક્રવારે વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાશે….

    મોરબી જિલ્લામાંથી હજીયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આવતીકાલ શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા ખાતે મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ-વાંકાનેર અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….

    આ કેમ્પમાં ફક્ત હજ કમિટી ઓફ ઇન્ડીયા મારફતે હજયાત્રાએ જતાં હજયાત્રીઓ માટે શુક્રવારે સવારે 8:30 થી 12 દરમ્યાન મોહંમદી લોકશાળા ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાશે, જેમાં હજયાત્રીઓએ કવર નંબર, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, કોરોના વેક્સિન સર્ટી, તથા એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવાનો રહેશે તેવું એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!