
મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની નવરચના બાદ ફેરફાર સાથે નવું સિમાંકન જાહેર : વાંકાનેર તાલુકામાં છ સીટોનું સિમાંકન યથાવત….

આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોય, જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે મોરબી જીલ્લામાં નવી મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના કરવામાં આવી હોય, જેના કારણે જીલ્લા પંચાયતની ત્રણ સીટો કપાતમાં આવતાં, આજે આગામી ચૂંટણી માટે જીલ્લા પંચાયતની 24 સીટો યથાવત રાખી અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યું છે…

આજરોજ જાહેર થયેલ નવા અનામત રોટેશન સિમાંકનમાં વાંકાનેર તાલુકામાં સમાવિષ્ટ 06 સીટોની વહેંચણીને યથાવત રાખવામાં આવી છે, જ્યારે મોરબી તાલુકામાં 07 સીટ, ટંકારા તાલુકામાં 03 સીટ, હળવદ તાલુકામાં 05 સીટ, માળીયા મીયાણા તાલુકામાં 03 સીટોની વહેંચણી જાહેર કરવામાં આવી છે…..

મોરબી જિલ્લા પંચાયતની 24 સીટમાં અનામત રોટેશન….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt


