Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લામાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : 22,870 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા....

    મોરબી જિલ્લામાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : 22,870 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા….

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આવતીકાલ ગુરુવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે તેના માટે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કુલ 22,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે….

    જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કલેક્ટર અને બોર્ડના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 22,870 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે….

    પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સાફ-સફાઈ અને બેઠક વ્યવસ્થા સહિતની આનુષંગિક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે કલેક્ટર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમને ઓનલાઈન તાલીમ પણ અપાઈ છે. નોંધનીય બાબત એ છે કે, આ વખતે મોરબી જિલ્લામાં એક પણ કેન્દ્ર સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!