તાજેતરમાં જાહેર થયેલી મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી રચના બાદ વાંકાનેર પંથકમાં ચુવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજના આગેવાનો અને કાર્યકરોનું માનવું છે કે નવી સંગઠન રચનામાં ચુવાળીયા કોળી સમાજને પૂરતું અને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી, જેના કારણે સમાજમાં અસંતોષ ફેલાયો છે…


સમાજના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ મામલે વાયરલ થયેલ પોસ્ટ મુજબ ચુવાળીયા કોળી સમાજ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલો રહીને ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે, તેમ છતાં સંગઠન રચનામાં તેને અવગણવામાં આવ્યો હોવાનો ભાવ વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે. વાંકાનેર પંથકમાં આ મુદ્દાને લઈને રાજકીય માહોલ ફરી ગરમાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




