મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત આજરોજ કલેકટર કચેરી ખાતે દિકરીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને તથા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં જિલ્લાની 48 જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું….


આ સન્માન સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું…

આ તકે કલેક્ટરએ દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરએ પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




