Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : ચંદ્રપુર ખાતે મહાન સુફી સંત હઝરત મોમીનશાહ બાવાના 25માં ઉર્ષની...

    વાંકાનેર : ચંદ્રપુર ખાતે મહાન સુફી સંત હઝરત મોમીનશાહ બાવાના 25માં ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ…..

    મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મોમીનશાહ બાવાના 25માં ઉર્ષની પરંપરાગત રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ.…

    વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની હાજરીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા….

    મોમીનશાહ બાવાના મોટા દિકરા, સજજાદાનશીન અને મોમીન કોમના પીર, રાહબર, ગાદીપતિ અલ્‍હાજ હઝરત પીર સૈયદ વિઝારતહુશેન બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઉર્ષ મુબારકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શનિવાર રાત્રીના ખાસ હઝરત પીર સૈયદ અલીનવાઝ બાવા દ્વારા તકરીર(બયાન) નું પણ સુંદર આયોજન કરાયું હતું, જે બાદ રવિવારે સવારે કુર્આન ખ્‍વાની, ત્‍યારબાદ ન્‍યાઝ અને બપોર બાદ બાવા સાહેબના કુટુંબીજનોની હાજરીમાં સંદલ શરીફની પવિત્ર રશમ અદા કરવામા આવી હતી…

    ઉર્ષના મુબારક પ્રસંગે સમગ્ર દરગાહ શરીફના કંપાઉન્ડને લાઈટો અને ફુલોથી સણગારવામાં આવી હતી, જેમાં રાત્રીના લાઇટોનું ઝગમગતું અંજવાળું દુરથી પણ ઉડીને આંખે વળગે તેવું આકર્ષક પેદા કરે છે. છેલ્લા બે દિવસથી ચાલતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન હજારો અનુયાયીઓએ દરગાહ શરીફની મુલાકાત લીધી હતી.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!