વાંકાનેર પંથકમાં વસવાટ કરતા મોમીન સમાજના નાગરિકોએ ખેતીમાં સખત મહેનત કરી શિક્ષણ, ધંધા-રોજગારમાં ખુબ રસ-રુચિ દાખવી દેશના વિકાસમાં અવિરત ફાળો આપ્યો છે, ત્યારે મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોમીન સમાજના સખત મહેનતથી સરકારી નોકરી મેળવનાર તથા વિશિષ્ટ પદવી મેળવનાર કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી માટે નીચે જણાવેલ પાત્રતા ધરાવતા મોમીન સમાજના ભાઈઓ-બહેનોઓ આ સન્માન સમારોહ માટે રજીસ્ટ્રેશન કરાવવા ટ્રસ્ટની એક પ્રેસ યાદીમાં જણાવાયું છે…
જેના માટે તા. ૦૧/૦૧/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં કાયમી સરકારી કે ગ્રાન્ટેડ નોકરી મેળવી હોય અથવા MBBS/MD, PHD, CA, નોટરીની પદવી, તથા ૦૧/૦૧/૨૦૨૫ થી ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં BDS, BAMS, BHMS, BVSC, BPT, BE (એન્જીનીયર)ની પદવી મેળવી હોય તેમણે આગામી તા. 30/9/2025 સુધીમાં પોતાના જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવાના રહેશે….
ઓફિસ : અંજની પ્લાઝા, આયશા હોસ્પિટલ નીચે ચંદ્રપુર.
Mo. 79845 57597 (સવારે 10 થી 4 દરમ્યાન)
આ સન્માન કાર્યક્રમ આગામી તા. 20/10/2025, સોમવારના રોજ સવારે રાતીદેવરી બાયપાસ, પેટ્રોલ પંપ સામે, રાતીદેવરી ખાતે યોજાશે…