કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં…
કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે પવિત્ર મોહરમ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય, જે મુજબ આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હોય, જેમાં ગઇકાલ શનિવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ આજે બપોરથી મધરાત્રિ સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પુર્ણ કરવામાં આવશે…
મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા દસ દિવસથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઠેરઠેર ઈમામ હુસૈનની યાદીમાં સબિલો, આમ ન્યાઝ, જાહેર લંગર, તકરીર, મહેફીલ સહિતના પ્રોગ્રામોનું મુસ્લિમ સમાજ દ્વારા આયોજન કરવામાં આવતું હતું, જેમાં આજરોજ રવિવારે બપોરથી તાજીયા વિશાળ ઝુલુસ સાથે શહેર ભરમાં ફરી રહ્યા છે, જે રાત્રીના શહેરના ગ્રીન ચોક ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક વિધિ સાથે પુર્ણ થશે. આ સમગ્ર ઉજવણીમાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાઇ રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA