વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના મિલપ્લોટ ડબલચાલી વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં જુગારનો દરોડો પાડી મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડ્યું હોય, જેમાં પોલીસે સ્થળ પરથી 10 ઈસમોની અટકાયત કરી તમામ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મિલપ્લોટ ડબલચાલીમાં આવેલ રૂડીબેન ગોરીયાના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા ૧). રૂડીબેન કરસનભાઈ ગોરીયા, ૨). અજયભાઈ મંગાભાઈ રાતોજા, ૩). ભુપતભાઈ ધરમશીભાઈ ઝાલા, ૪). શાહરૂખભાઈ હૈદરભાઈ જેડા, ૫). સતિષભાઈ રઘુભાઈ કઉડર, ૬). મહેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા, ૭). આશિફભાઈ નુરમામદભાઇ બ્લોચ, ૮). કૃણાલ મનસુખભાઈ માલકીયા, ૯). હસનભાઈ દોશમાહમદભાઈ મોવર અને ૧૦). અનવરભાઈ દાઉદભાઈ બાબરીયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 16,100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….