મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે ‘ વય વંદના નોંધણી અભિયાન ‘ અંતર્ગત આજરોજ વાંકાનેરના મેસરિયા પીએચસી સેન્ટર ખાતે 70 વર્ષથી વધુ વયના નાગરિકોનું રજિસ્ટ્રેશન કરી તેમના કાર્ડ કાઢવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ આજુબાજુના વિસ્તારના સ્થાનિક નાગરિકોએ લીધો હતો…
આ ખાસ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી પી. કે. શ્રીવાસ્તવ, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, આજુબાજુના સરપંચો હસમુખભાઈ, રાજુભાઈ મેર, ગામના આગેવાનો, પીએચસીના ડૉ. ડી. વી. બાવરવા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસીયા સાહેબ, ડૉ. ધ્રુવન હીરપરા સહિત ઉપસ્થિત રહ્યા હતા….