
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના મેસરિયા ગામની સીમમાં ચામુંડા હોટલ પાસે રોડ પરથી એક મારૂતિ સ્વિફ્ટ કાર નં. GJ 01 RG 3484 માંથી 105 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 1,71,000 ના મુદ્દામાલ સાથે આરોપી રામકુભાઈ સાદુળભાઈ વિકમા અને મનુભાઈ નરશીભાઈ મકવાણા (રહે. બંને ડાકવડલા, તા. ચોટીલા)ને ઝડપી પાડી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR


