વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બોર્ડ નજીક હાઇવ પર ડિવાઇડર ઓળંગતા એક ડબલ સવારી બાઇકને પુર ઝડપે આવતા આઇસર ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક યુવાનને ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા યુવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં આઇસર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-ચોટીલા હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રીથી સમઢીયાળા તરફ ડબલ સવારી બાઇકમાં જતા મૂળ રાજસ્થાનના વતની અને હાલ સમઢીયાળા ગામે રહેતા રણજીતભાઈ રમેશભાઈ દરોગા (ઉ.વ. 20)ના બાઇકને મેસરિયા ગામના પાટિયા પાસે ડિવાઇડર ઓળંગતા વાંકાનેર તરફથી પુર ઝડપે આવતા આઇસર ટ્રક નં. GJ 01 UE 2894 ના ચાલકે ગત તા.14 ના રોજ હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક રણજીતભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા અનિલભાઈ નામના બે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં ચાલું સારવાર દરમિયાન અનિલભાઈનું મોત થતાં આ બનાવમાં આઇસર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…