સમગ્ર પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસતા નાગરિકો ખુશખુશાલ, બપોરે ત્રણ વાગ્યથી ધોધમાર વરસાદ શરૂ….
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે સવારથી જ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટા સાથે વાંકાનેર શહેર અને આજુબાજુના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, જેનાથી વાંકાનેર પંથકના ખેડૂતોમાં લાંબા વિરામ બાદ વરસાદથી એક તરફ ખુશી તો વધારે વરસાદથી પાકમાં નુકશાની પહોંચવાની ચિંતા પેઠી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં આજરોજ રવિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ સમગ્ર વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોરે ત્રણ વાગ્યા બાદ હાલ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. હાલ કંટ્રોલ રૂમથી મળતી માહિતી મુજબ બપોરે બે વાગ્યા સુધીમાં સમગ્ર પંથકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે….