વાંકાનેર તાલુકાના ઢુવા – માટેલ રોડ ઉપર આવેલ સિમ્બોસા સિરામિક કારખાનામાં કોલસો ભરી આવેલ એક ટ્રક ટ્રેઇલર નં. GJ 03 BT 1503 ના ચાલક અશોકભાઈ માનસંગભાઈ પારેજીયા (રહે. હજનાળી, તા. મોરબી)એ ગોળાઇમાં બેદરકારીથી ટ્રક ચલાવી એકદમ ટર્ન મારતા ટ્રક ટ્રેલર પલ્ટી ખાઇ જતાં ટ્રેલરની કેબિનમાં બેઠેલા ક્લીનર રોહિતભાઈ અશ્વિનભાઈ ધંધુકિયા (ઉ.વ. ૧૮) નામના યુવાનનું કેબિન નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતા અશ્વિનભાઈ ધંધુકિયાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR