Thursday, March 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો.....

    વાંકાનેરના માટેલ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો…..

    વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવી સ્થળ પરથી દેશી દારૂ, ગરમ આથો અને ભઠ્ઠીના સાધનો સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે માટેલ ગામથી વિરપર જવાના રસ્તે, અરમાનો સિરામિકની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી છે, જેના આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બળદેવભાઈ કેશરભાઈ ધેણોજા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો…

    પોલીસે સ્થળ પરથી ૫૦ લિટર ગરમ આથો, ૦૪ લિટર દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ કિંમત: રૂ. ૨,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!