વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતી વેળાએ એસી કંપ્રેસરમાં વિજશોક લાગવાથી શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા સમયે મૂળ ઝારખંડના વતની રેગોભાઇ સીદીલભાઇ સવાઇયા (ઉ.વ. 30) નામના યુવાનનો હાથ એસીના કંમ્પ્રેસરને અડી જતા તેને વિજશોક લાગ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….