ગત રવિવારે વાંકાનેર નગરપાલિકાની 15 બેઠકો તથા તાલુકાની એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેમાં નીરસ મતદાન થતા ઉમેદવારોના ગણિત બંધ બેસતા નથી. વાંકાનેર નગરપાલિકાના ૩૨ તથા તાલુકાની એક બેઠકના ત્રણ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે, જેની આજરોજ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવશે…
આજે સવારે નવ વાગ્યે શહેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરી શરૂ થશે જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પાલિકાની પાંચ વોર્ડની મતગણતરી માટે પાંચ ટેબલ પર વોર્ડ દીઠ મતગણના કરાશે. એક બાદ એક પાંચ રાઉન્ડમાં પાંચ વોર્ડના મતોની ગણતરી કરવામાં આવશે. એક રાઉન્ડની મતગણતરી માટે અંદાજે ૨૦ મિનિટ જેટલો સમય લાગી શકે તેમજ તાલુકા પંચાયતની એક બેઠક માટેની મતગણતરી માટે બે ટેબલ રાખેલ છે, જેમાં દરેક ટેબલ પર બુથ વાઇઝ ગણતરી થશે. મતગણતરી માટે 35 કર્મચારીઓનો સ્ટાફ કામગીરી હાથ ધરશે.
અમરાસિહજી હાઇસ્કુલ ખાતે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ત્રણ લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈ જ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે વાંકાનેર ડિવિઝન ના Dy.s.p. સમીર સારડા , પોલીસ ઇન્સ્પેકટર એચ. એ.જાડેજા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે….