PGVCL દ્વારા 5000 થી ઓછી ક્ષમતાના મરઘા ઉછેર કેન્દ્રમાં વિજ કનેક્શન આપવા માટે અરજદારોએ GPCB સર્ટીફીકેટ વિના સ્ટેમ્પ પેપરના લખાણ માન્ય રખાશે….
વાંકાનેર વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્રોમાં વિજ કનેક્શન માટે અરજદારોને પીજીવીસીએલ દ્વારા ફરજીયાત GPCB સર્ટીફીકેટનો આગ્રહ રખાતો હોય, ત્યારે આ સર્ટીફીકેટ માટે અરજદારો હેરાનપરેશાન થતાં હોય, ત્યારે આ બાબતે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તથા યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા સક્રિય રીતે રજુઆત કરી સરકારશ્રીના પરીપત્ર બાબતે પીજીવીસીએલના અધિકારીને સ્પષ્ટતાની માંગણી કરાઇ હોય, જે બાદ પરિપત્રની સ્પષ્ટતા થતાં હવેથી 5,000 થી ઓછી ક્ષમતાના મરઘા ઉછેર કેન્દ્રોમાં આ સર્ટીફીકેટ વગર માત્ર સ્ટેમ્પ પેપરના લખાણના આધારે પણ અરજદારોને સરળતાથી વિજ કનેક્શન મળી રહેશે…
બાબતે વાંકાનેર પીજીવીસીએલના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સરકારશ્રીના પરિપત્રની સ્પષ્ટતા બાદ હવેથી વાંકાનેર વિસ્તારના 5,000થી ઓછી ક્ષમતાના મરઘા ઉછેર કેન્દ્રોમાં વિજ કનેક્શન માટે GPCB ના સર્ટીફીકેટ ફરજીયાત રહેશે નહીં, જેની જગ્યાએ અરજદારોએ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર મરઘા ઉછેર કેન્દ્રની ક્ષમતાનું લખાણ માન્ય રાખવામાં આવશે, જેનાથી આવા અરજદારોએ વિજ કનેક્શન મેળવવામાં સરળતા રહેશે…