વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને વાંકાનેર તરફથી આવતી કારના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા ફરિયાદી અબ્દુલ્લાહાસમી મોહમદહુસેન શેરસીયા (ઉ.વ. ૩૪, રહે. કણકોટ) પોતાના ટપકના કામ માટે ગત તા. ૨૦/૧૧ ના રોજ વાંકાનેરથી મહિકા ગામ તરફ હોંડા સાઇન રજી. નં. GJ 36 N 4203 બાઇક લઇને શાહીદખાન સાથે જતા હોય ત્યારે મહિકા ગામ નજીક નેશનલ હાઈવે પર યકીન મોટર્સની સામેથી પસાર થતી વેળાએ ફરિયાદીના ડબલ સવારી બાઇકને વાંકાનેર તરફથી પુર ઝડપે આવતી,
મારૂતિ સુઝુકી XL-06 કાર નં. GJ 12 FA 1562 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ફરિયાદીને શરીરે ફેક્ચર તથા માથામા ઇજા તેમજ સાહેદને માથામાં હેમરેજ તથા ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેથી આ મામલે હોસ્પિટલેથી સારવાર લીધા બાદ કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….