ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર તથા ચોટીલા પંથકમાં ખેડૂતોને સિંચાઈના લાભ માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂ. 254 કરોડના ખર્ચે મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના મંજૂર કરવામાં આવી હોય, જેમાં ભલગામ પમ્પિંગ સ્ટેશનથી મુખ્ય લાભ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા, મેસરીયા અને જાલીડા જળસ્રોતો થઈ બે નાની સિંચાઈ યોજના થકી ઠીકરીયાળા, ભલગામ, જાલીડા, મેસરીયા, સમઢીયાળા, રાતડીયા અને મહિકાના ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે, જેથી આજ રોજ વાંકાનેર તાલુકાના વિવિધ લાભાર્થી ગામોના સરપંચો અને આગેવાનો દ્વારા રૂબરૂ જસદણ-વિંછીયામાં અમરાપુર સંસ્થા ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને મળી આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું…
આ તકે વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, હકાભાઈ માંડાણી, ભગવાનજીભાઈ મેર, રાજુભાઈ મેર, કેશુભાઈ ભાલીયા, દેવશીભાઈ માલકિયા, નરશીભાઈ મેર, લખાભાઈ ભરવાડ, ગગજીભાઈ ભરવાડ, રતાભાઈ ભરવાડ, ગોબરભાઈ ભરવાડ, જગદીશભાઈ રબારી, રમેશભાઈ પટેલ, નાગજીભાઈ પટેલ, બાલુભાઈ પટેલ, હુસેનભાઈ બાદી (સહયોગ), ઇસ્માઇલભાઈ બાદી, ઇલમુદ્દીનભાઈ બાદી, ઈરફાનભાઈ બાદી, હિતેશભાઈ ચાવડા, દેવધરભાઈ બાંભણિયા, ગોરધનભાઈ સરવૈયા, ભરતભાઈ રંગપરા, મુકેશભાઈ વાટુંકીયા, દેવશીભાઈ ધોરીયા, નરેન્દ્રભાઈ સોલંકી, Er સમીર કુરેશી સહિત ૫૦ આગેવાનોએ તમામ ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો…