યોજનાથી બંને તાલુકાની કુલ 13,450 એકર જમીન અને 1700 ખેડૂતોને સિચાઈનું પાણી મળશે….
વાંકાનેર અને ચોટીલા તાલુકામાં મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 254 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે, જેમાં મચ્છુ-1 ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લિંક-3 માંથી નર્મદા આધારિત પાણીનો લાભ આગામી દિવસોમાં મળશે….
આ યોજનામાં નવિનીકરણ સાથે ડેમોને જોડી સિંચાઇ માટે પાણી ભરવાનો માસ્ટર પ્લાન રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો છે. જેની અમલવારીથી આ યોજના અંતર્ગત પાઇપલાઇન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી 20 ગામોને લાભકર્તા કુલ 11 જળસ્રોતોને સાંકળવા માટેના રૂ. 254 કરોડના કામને વહિવટી મંજૂરી આપવામાં આવી છે...
આ યોજનાના કુલ 20 જળસ્ત્રોત પૈકી 11 જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા, તેમજ ચોટીલા તાલુકાના મોલડી, જીંજુડા, ચાપણા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને યોજનામાં મચ્છુ-1 થી ત્રિવેણી ઠાંગા જળાશયને જોડવા વાંકાનેરના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના 17 તળાવોને ભરવા માટે નર્મદાના દસ લાખ ઘન ફૂટ પાણીના જથ્થાને મંજૂર કરવામાં આવ્યો છે. જેના હેઠળ વાંકાનેરના ઘીયાવડ અને ભલગામ તેમજ ચોટીલાના કાળાસર ગામે પંમ્પીંગ સ્ટેશન અને 13 પંપનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી વાંકાનેર તાલુકાના જાલીડા, મેસરીયા, ભલગામ, ઠીકરીયાળા, ભલગામ, સમઢીયાળા, રાતડીયા, મહિકા અને ચોટીલાના 17 ગામોના 1700 ખેડૂતોને 13,445 એકર જમીનમાં સિંચાઇ માટે નર્મદાના નિર મળી રહેશે. જે બદલ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કર્યો છે…