રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું….

વાંકાનેર તાલુકાની મચ્છુ 1 ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપિંગ સ્ટેશનનું આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું….

આ યોજના અંતર્ગત મચ્છુ 1 ડેમમાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવામાં આવશે, જેના માટે જળ સંપતિ વિભાગ હસ્તકના રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા રૂ. 26.87 કરોડના ખર્ચે નવનિર્મિત પંપીંગ સ્ટેશનથી પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવશે….



