Tuesday, September 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં મેઘમહેર વચ્ચે મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો, કુલ સપાટી...

    વાંકાનેર પંથકમાં મેઘમહેર વચ્ચે મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો, કુલ સપાટી 46 ફુટે પહોંચી…

    વાંકાનેર પંથકમાં આજરોજ રવિવારે સવારથી જ મેઘરાજા અવિરત અમી કૃપા વરસાવી રહ્યા છે, ત્યારે વાંકાનેર પંથકની જીવાદોરી સમાન‌ મહાકાય મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ઉપરવાસમાં ઓછા વરસાદ વચ્ચે પણ ડેમમાં નવા નીરની આવક થતાં મચ્છુ ડેમની જળસપાટી 46 ફુટે પહોંચી છે, જેનાથી ડેમ ઓવરફ્લો થવામાં ત્રણ ફુટ બાકી રહ્યો છે…

    હાલ વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં કુલ 72.33 % જેટલા પાણીનો સંગ્રહ થયો છે, જેમાં આગામી મેઘરાજાની મહેર અવિરત જળવાઇ રહે તો સતત સાતમા વર્ષે મચ્છુ ડેમ ઓવરફ્લો થઇ શકે છે‌. મચ્છુ ડેમની સાઈટ પર આજરોજ કુલ 29 મીમી (1.14 ઈંચ ) વરસાદ નોંધાયો છે, જેનાથી સિઝનનો કુલ વરસાદ 15.60 ઈંચ થયો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!