Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારમેઘો મહેરબાન : ખાલીખમ મચ્છુ ૧ ડેમ સાઇટ પર સવા ત્રણ ઈંચ...

    મેઘો મહેરબાન : ખાલીખમ મચ્છુ ૧ ડેમ સાઇટ પર સવા ત્રણ ઈંચ વરસાદ, ડેમમાં પાણીની આવક શરૂ થઇ….

    વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ એક ડેમમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં લગભગ નહીંવત્ પાણીની આવક નોંધાઇ હોવાના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હોય, ત્યારે આજે સમગ્ર વાંકાનેર પંથકમાં મેઘરાજા મહેરબાન બની સવારથી અમી કૃપા વરસાવી રહ્યા છે, જેના કારણે સિઝનમાં સૌપ્રથમ વખત મચ્છુ 1 ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સાઇટ પર આજે સવારથી મેઘરાજા મહેરબાન થઇ વરસી રહ્યા છે, જેમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં ડેમ સાઇટ પર 83 મીમી એટલે કે 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે હાલ મચ્છુ 1 ડેમમાં ચાર વાગ્યાથી ધીમીધારે પાણીની આવક શરૂ થઇ છે. હાલ ડેમમાં 1158 ક્યૂસેક પાણીની આવક શરૂ થઇ છે, જેમાં વધારો થવાની સંભાવના દેખાઇ રહી છે.

    મચ્છુ 1 ડેમની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ ડેમની કુલ 49 ફુટ સપાટીમાંથી 22.40 ફુટ પાણીનો સંગ્રહ થયેલ છે, જે વાંકાનેર વિસ્તારની જરૂરીયાત સામે લગભગ નહીંવત્ સંગ્રહ ગણી શકાય. જેમાં તાજેતરમાં જ મચ્છુ ડેમમાં ધીમીધારે નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ હાલ ડેમમાં પ્રથમ વખત વરસાદી પાણીની આવક શરૂ થયેલ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!