વાંકાનેર શહેર નજીક લુણસર ચોકડી પાસે આવેલ તાજ કમાન ગેરેજ નામની ગેરેજમાં થોડો દિવસ પહેલા ગેરેજની ખીંતીમાં ટીંગાડી રાખેલ થેલાની ચોરીનો બનાવ સામે આવ્યો હોય, જે બનાવનો ભેદ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ઉકેલી એક શખ્સને ચોરી થયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ખાનગી રાહે બાતમી મળી હોય કે, લુણસર ચોકડી નજીક અર્જુન પ્લાઝા પાસે આવેલી તાજ કમાન ગેરેજ દુકાનમાં થયેલ ચોરીના બનાવનો આરોપી નર્સરી ચોકડી પાસે ઉભો હોય, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી દશરથભાઈ બકાભાઈ સિંધવ/સરાણીયા (ઉ.વ. ૨૦)ને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપીએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ એક સોનાની વીંટી, એક ચાંદીની લક્કી અને રોકડ સહિત કુલ રૂ. 65,691 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….