વાંકાનેર તાલુકાના લુણસરિયા નજીક પોતાના એકટીવા બાઈક લઈને પસાર થતા એક વૃદ્ધને અહીંથી માતેલા સાંઢીની માફક બેફામ પુરપાટે દોડતા ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લઇ ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામ ખાતે રહેતા વૃદ્ધ વનમાળીદાસ કુબાવત પોતાના એકટીવા બાઈક નં. GJ 36 M 3184 લઇને લગ્ન પ્રસંગમાંથી ઘર તરફ પરત આવી રહ્યા હોય ત્યારે લુણસરીયા ગામના ઝાપા નજીકથી તેમના બાઇકને અહીંથી પુર ઝડપે માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર નં. GJ 17 XX 3671 ના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકનાં પુત્ર હિતેષભાઇ કુબાવતએ ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0