
વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક જાહેર રોડ પર ડમ્પર ચાલકની દાદાગીરીથી કાર ચાલક સાથે ઝઘડો થતાં મારામારીની ઘટના સામે આવી છે, જે મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ચાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી વિકાશભાઈ નવઘણભાઈ વાઘેલા (ઉ.વ. ૨૩, રહે. લુણસર) પોતાની કાર લઈને થાનગઢના સોનગઢ ગામેથી વાંકાનેરના સરધારકા ગામે જઈ રહ્યા હોય દરમ્યાન લુણસર ગામ પાસે જાહેર રોડ પર સામેથી આવતું ડમ્પર નં. GJ-13-AX-7491 રોડની વચ્ચોવચ્ચ પુરજડપે બેફીકરાઈથી ચલાવવામાં આવતું હોય,
જેના કારણે બન્ને વાહનો સિંગલ પટ્ટી ડામર રોડ પરથી સલામત રીતે પસાર થઈ શકે તે માટે ફરીયાદીએ ડમ્પર ચાલકને વાહન થોડું રોડ સાઇડમાં ઉતારી ચલાવવાનું કહેતા ડમ્પર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ તેણે અન્ય ત્રણ ઇસમોને બોલાવી ફરીયાદીને ભુંડી ગાળો આપી ઢીકા-પાટુનો માર મારતાં આ મામલે ફરિયાદી કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિજયભાઈ અઘારા (રહે. દેપરાગામ-વગળીયા), ડમ્પર ચાલક તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




