Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારલોકસભા ચુંટણી અપડેટ્સ : બપોરે એક વાગ્યા સુધીમાં વાંકાનેર બેઠક પર સરેરાશ...

    લોકસભા ચુંટણી અપડેટ્સ : બપોરે એક વાગ્યા સુધીમાં વાંકાનેર બેઠક પર સરેરાશ 40.34 % મતદાન નોંધાયું…

    રાજકોટ લોકસભા બેઠક પર આજે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વહેલી સવારથી જ મતદારો કતાર લગાવી મતદાન કરી રહ્યા છે, ત્યારે વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે 07 કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મત બુથો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, વાત કરીએ વાંકાનેર બેઠકની તો સવારે 07:00 થી બપોરે 01:00 વાગ્યા દરમિયાન વાંકાનેર વિધાનસભા બેઠક પર સરેરાશ 40.34 % મતદાન નોંધાયું છે…

    વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 1,48,421 પુરૂષ મતદારોમાંથી 66,704 મતદારો એટલે કે 44.94% પુરૂષ અને 1,39,136 મહિલા મતદારો માંથી 49,291 મતદારો એટલે કે 35.43 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે, જેમાં સરેરાશ વાંકાનેર બેઠક પર સવારે નવ વાગ્યા સુધીમાં 40.34 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

    આ સાથે જ મોરબી જિલ્લામાં આવેલ અન્ય વિધાનસભાની બેઠક વિસ્તારની વાત કરીએ તો ટંકારા તાલુકામાં સરેરાશ 43.36 % મતદાન અને મોરબી વિસ્તારમાં 35.73 % જેટલું મતદાન બપોરે એક વાગ્યા સુધીમાં નોંધાયું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!