રાજકોટ લોકસભા બેઠક પર આજે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે, ત્યારે વાંકાનેર વિસ્તારમાં આજે સવારે ૦૭ કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મત બુથો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, વાત કરીએ વાંકાનેર વિસ્તારની તો સવારે ૦૭ થી બપોરે ૦૩ વાગ્યા દરમિયાન વાંકાનેર વિધાનસભા બેઠક પર સરેરાશ 48.62 % મતદાન નોંધાયું છે…
વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 1,48,421 પુરૂષ મતદારોમાંથી 78,783 મતદારો એટલે કે 53.08% પુરૂષ અને 1,39,136 મહિલા મતદારો માંથી 61,034 મતદારો એટલે કે 43.87 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે, જેમાં વાંકાનેર બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 48.62 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…
આ સાથે જ મોરબી જિલ્લામાં આવેલ અન્ય વિધાનસભાની બેઠક વિસ્તારની વાત કરીએ તો ટંકારા તાલુકામાં સરેરાશ 51.39 % મતદાન અને મોરબી વિસ્તારમાં 44.29 % જેટલું મતદાન બપોર ત્રણ વાગ્યા સુધીમાં નોંધાયું છે….
આવી જ રીતે રાજકોટ લોકસભા બેઠક પર થયેલ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 46.47 % મતદાન થયું છે, જેમાં વાંકાનેર બેઠક પર 48.62 %, ટંકારા બેઠક પર 51.39 %, જસદણ બેઠક પર 39.36 %, રાજકોટ ગ્રામ્ય બેઠક પર 46.38 %, રાજકોટ પુર્વ બેઠક પર 45.63 %, રાજકોટ પશ્ચિમ બેઠક પર 46.74 %, અને રાજકોટ દક્ષિણ બેઠક પર 46.38 % મતદાન નોંધાયું છે….