Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારલોકસભાની ચૂંટણીમાં વાંકાનેર વિસ્તારમાં 64.67 % જ્યારે રાજકોટ બેઠક પર 59.60% મતદાન...

    લોકસભાની ચૂંટણીમાં વાંકાનેર વિસ્તારમાં 64.67 % જ્યારે રાજકોટ બેઠક પર 59.60% મતદાન નોંધાયું….

    રાજકોટ લોકસભા બેઠક પર આજે લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વહેલી સવારથી જ મતદારો કતાર લગાવી મતદાન કરી રહ્યા હતા, જેમાં સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં રાજકોટ લોકસભા બેઠક હેઠળ આવતા વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારમાં સરેરાશ 64.67 % મતદાન નોંધાયું છે, જ્યારે સમગ્ર રાજકોટ બેઠક પર સરેરાશ 59.60% જેટલું મતદાન નોંધાયું છે….

    વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર બેઠક પર અત્યાર સુધીમાં કુલ 1,48,421 પુરૂષ મતદારોમાંથી 1,02,640 મતદારો એટલે કે 69.15 % પુરૂષ અને 1,39,136 મહિલા મતદારો માંથી 83,334 મતદારો એટલે કે 59.89 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે, જેમાં સરેરાશ વાંકાનેર બેઠક પર સરેરાશ 64.67 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

    રાજકોટ લોકસભા બેઠક હેઠળની ટંકારા બેઠકમાં 65.88 %, વાંકાનેર બેઠકમાં 64.67 %, રાજકોટ પૂર્વમાં 57.88 %, રાજકોટ પશ્ચિમ 57.84 %, રાજકોટ દક્ષિણમાં 57.80 %, રાજકોટ ગ્રામ્ય 58.58 % અને જસદણ બેઠકમાં 55.69 % મતદાન થયું હતું. રાજકોટ લોકસભા બેઠકમાં સરેરાશ 59.60ટકા મતદાન થયું હતું.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!