Friday, March 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લીંબાળા ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, ₹1.53 લાખનો...

    વાંકાનેરના લીંબાળા ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, ₹1.53 લાખનો મુદ્દામાલ સાથે સાત ઝડપાયા….

    વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડામાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા અચાનક દરોડો પાડી સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી સ્થળ પરથી રૂ. 1,53,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે….

    આ દરોડામાં પોલીસે સ્થળ પરથી જુગાર રમતા દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી, સંદીપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક, મેહુલભાઇ વિનયચંદ્ર મારૂ, ઇરફાનભાઇ બ્લોચ, આરીફભાઇ બ્લોચ, અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી અને વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે આ દરમિયાન એક આરોપી રાજુભાઇ કોળી (રહે. લીંબાળા) સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!