Friday, April 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા મહિલા ઘાયલ...

    વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા મહિલા ઘાયલ…

    વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર નજીક ફરીયાદી રૂકશાનાબેન શાહબુદિનભાઇ કડીવાર (ઉ.વ. ૩૫, રહે. લીંબાળા) પોતાના ઘરેથી એક ટોપલામાં શાકભાજી લઈને લીંબાળાની ધાર પાસે રોડની સાઈડમાં શાકભાજી વેચવા માટે ગયેલ હોય, જ્યાંથી શાકભાજી વેચી પરત ફરતી વેળાએ પાછળથી આવતા બાઇક રજી. નં. GJ-36-AN-5281ના ચાલકે બેદરકારીપૂર્વક અને ફુલ સ્પીડે વાહન ચલાવી ફરીયાદીને પાછળથી ઠોકર મારતા ફરીયાદી ફંગોળાઈને રોડ પર પડી જતા તેમને ડાબા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા તેમજ શરીરે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ મામલે બાઇક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જ્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!